શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડનો ઈતિહાસ
સ્થાપના
શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડની સ્થાપના મહાનગરી મુંબઈના પરા મંગલાપુરી (મુલુંડ) મધ્યે શ્રી રામાયણ જ્ઞાનમંદિર નેતાજી સુભાષ રોડ ખાતે બ્ર.લી.પ.પૂજ્ય ઓધવરામજીના સાનિધ્યમાં વિક્રમ સંવત 2011 અષાઢ સુદ બીજ મંગળવાર તા. 21 જુન 1955, કચ્છીઓના નવ વર્ષના શુભદિને કરવામાં આવી હતી.

હેતુ

આ સત્સંગ મંડળના સભ્યોનો શુભ હેતુ પ્રભુ ભજનો દ્વારા પ્રભુ સ્મરણ અને સત્સંગના માધ્યમથી ઘેર ઘેર શ્રી જલારામબાપાનો પ્રચાર કરવાનો હતો. દરેક શનિવારે મંડળના સભ્યો ભાવિક ભક્તજનોના ઘેર વહેલી સવાર સુધી ભજનોની રમઝટ બોલવતા.

સમય જતા શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડે ટ્રસ્ટ ડીડને મહારાષ્ટ્રના રજીસ્ટ્રાર પાસેથી એ-2658 તા. 16-01-1964ના રોજ મંજૂરી મેળવી રજીસ્ટર કરાવ્યું.

શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડના કાર્યાલય માટેની જરૂરિયાત જણાતા ઈ.સ. 1977-1978માં ઝવેરરોડ ઉપર સી-4, નવિનમંજુ, મુલુંડ (પશ્ચિમ) ખાતે 2જે માળે જગ્યા લેવામાં આવી.


સમયના વહાણા વીતતા ગયા, સંત શિરોમણી શ્રી જલારામબાપાના દર્શનાર્થે દર ગુરૂવારે ભક્તોની ભીડ જામવા લાગી. દર ગુરૂવારે સવારથી રાત સુધી ભક્તો શ્રી જલારામબાપાના દર્શન માટે આવે છે અને તેમની ઈચ્છાઓ તથા મનોરથો પૂર્ણ થાય છે.

ગુરૂવારે દાનપેટીમાં જમા થતી કૃતજ્ઞતા રાશિમાંથી રવિવારે જરૂરિયાતમંદોને વિનામૂલ્યે અનાજ વિતરણ, તબીબી સહાય તથા શૈક્ષણિક સહાય જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

શ્રી જલારામ સત્સંગ મંડળ, મુલુંડ
વિ.સવંત 2011 – ઈ.સ. 1955

પહેલી મેનેજિંગ કમિટી
શ્રી કલ્યાણજી કાનજી બદીયાણી પ્રમુખ
શ્રી શંભુભાઈ ડોસાભાઈ પલણ
ઉપપ્રમુખ
શ્રી મુલજી પ્રેમજી ગીયાસોતા મંત્રી
શ્રી બેચરદાસ વેલજી ગણાત્રા સહમંત્રી
શ્રી વિઠ્ઠલદાસ મીઠુભાઈ કેસરીયા ખજાનચી
શ્રી વસનજી મેઘજી સુજાણી સભ્ય
શ્રી ખીમજી વેલજી સોમૈયા સભ્ય
શ્રી મથુરાદાસ વી. ગણાત્રા સભ્ય
શ્રી કાનજી સુંદરજી સચદે સભ્ય
શ્રી શીવજી ડુંગરશી દાવડા સભ્ય
શ્રી દયાલજી કાનજી પોપટ સભ્ય
શ્રી દેવજી કુંવરજી જોષી સભ્ય
શ્રી હરિરામ મેઘજી ઠક્કર સભ્ય
શ્રી વેલજી લક્ષ્મીદાસ ગણાત્રા સભ્ય

આ સંસ્થાની સ્થાપનાની પાયાની ઈંટો સમાન જાજરમાન સભ્યો

શ્રી માસ્તર અમીચંદઃ શ્રી શંભુ ભગત, શ્રી માધવજી ડોસાભાઈ પલણ (કોઠારાવાળા), શ્રી મંગલ મહારાજ (વિરાણીવાળા), શ્રી કરો બાવાજી (કોઠારાવાળા), શ્રી વસનજી મેઘજી (બાબુ માસ્તર), શ્રી શીવજી ડુંગરશી દાવડા, શ્રી મુરજી દયાળજી તથા અન્યોને કઈરીતે ભૂલી શકાય.

આ મંડળની મુખ્ય પ્રવૃત્તિમાં શ્રી જલારામબાપાના નામનો પ્રચાર ભજનો દ્વારા કરવાનો હતો. શ્રી જલારામ જયંતિના અવસર દરમ્યાન ખાસ જાણીતા ભજનીકો શ્રી નારાયણ સ્વામી, શ્રી કાનદાસ બાપુ, શ્રી કનુભાઈ બારોટ, શ્રી લખાભાઈ ગઢવી, શ્રી ઈસ્માઈલ વાલેરા, શ્રી નિરંજન પંડયા, શ્રી કરસન હમીર બારોટ તથા મંડળના અન્ય ભજનીકોના સ્વર આજે પણ કાનમાં ગુંજે છે. અગ્રણી સમાજ સેવક સ્વ. શ્રી ગોપાલજી (બાબુભાઈ) દામજી ભગદેના અથાગ પ્રયત્નો દ્વારા હાલની જગ્યા સી-4, નવીન મંજુ, ઝવેર રોડ પર મુલુંડ (વેસ્ટ) લેવામાં આવી તે કેમ ભુલી શકાય. અહીં દર રવિવારે સેવાભાવી ડૉક્ટરોએ પોતાની સેવાઓ આપી છે. ડૉ. શ્રી ધીરેન કોઠારી ઘણા વર્ષોથી નિસ્વાર્થભાવે સેવા આપી રહ્યા છે.

નિર્માણ હેઠળ શ્રી જલારામ મંદિર – સકુંલની પ્રવૃત્તિનો અહેવાલ

શ્રી જલારામબાપાની પ્રેરણાથી સ્વ. શ્રી વેલજી લાલજી સોતા, સ્વ. શ્રી અમૃતલાલ મોરારજી, શ્રી ચત્રભુજ વિશ્રામ રાજલ, શ્રી જેરામ વસનજી અને શ્રી હેમરાજ લાલજીએ 225 ચો.મી.નો પ્લોટ, પ્લોટ-575, સાઈ આશાદીપ સેવારામ લાલવાણી રોડ, મુલુંડ (વે), મુંબઈ-400080 મધ્યે શ્રી જલારામબાપા મંદિર – સંકુલ માટે આપેલ દાન માટે શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડ હંમેશ માટે ઋણી રહેશે.
                       
મંદિરનું નિર્માણકાર્ય ઉપરના સ્થળે ચાલુ છે, જેમાં સંત શ્રી જલારામબાપા, પૂ.શ્રી વીરબાઈ મા તથા પુ. ભોજલરામજીની મુર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.
                                           
મંડળની હાલની પ્રવૃત્તિઓના વિસ્તરણ માટે ચારમાળના મકાનમાં દરેક માલે 750 ફુટના હોલ અદ્યતન કોમ્પ્યુટર, કેમેરાઓ સીક્યુરીટી સીસ્ટમ, એર કંડિશનર, લીફટ વગેરે સગવતે સાથેના સંકુલનું બાંધકામ ચાલુ છે.

સંવત 2066 ચૈત્ર વદ બારસ, રવિવાર તા. 11-04-2010ના રોજ ભૂમિપૂજન કરવામાં આવેલ. આ શુભ દિને દાતાઓ પાસેથી લગભગ 1 કરોડ રૂપિયાના દાન મળેલ તથા મંડળ પાસે ભાવિક દાતાઓએ ભૂતકાળમાં આપેલ 50 લાખ જેટલું જમા હતું. ટોટલ અંદાજે ખર્ચ સવા 3 કરોડ રૂપિયા જેટલું છે જેથી હજી રૂપિયા 2 કરોડ જેટલી રકમ માટે દાતાઓને આહ્વાન કરવામાં આવેલ છે.
           
આ સંસ્થાને આપનું યોગદાન રોકડા, ડીમાન્ડ ડ્રાફ્ટ અથવા એકાઉન્ટ પેય ચેક દ્વારા આપી શકાય છે જે ઈન્કમટેક્સ 80જી કલમથી વેરામુક્ત છે.

ચેક – ડીમાન્ડ ડ્રાફ્ટ શ્રી જલારામ સત્સંગ મંડળ, મુલુંડ નામે આપવા વિનંતી છે. આ માટે સંસ્થા બેંક ઓફ બરોડા, મુલુંડમાં સેવીંગ્ઝ ખાતુ ધરાવે છે.

Bank Of Baroda
Mulund (W) Branch
Saving A/c. No. : 00407010007667
ISFC Code : BARBO Mulund
 
જપો નામ જલિયાણનું કરે પાપનો નાશ,
કર જોડી મોહન કહે તમે રાખો દૃઢ વિશ્વાસ
જલા કહેતા જશ મળે, રાજી થાય રામ,
અંતરમાં આનંદ મળે, જય જય શ્રી જલારામ.
હોઠ પર હરિનામ અને હાથમાં કામ
તેવા ભક્તો પર પ્રસન્ન થાય શ્રીરામ.
 
હોમ પેજ જલારામ બાપા ઈતિહાસ પ્રવૃત્તિઓ કાર્યક્રમો ફોટો ગેલેરી સંપર્ક
This Site is Designed & Developed by  
jordan 11 legend blue jordan 11 legend blue louis vuitton jordan retro 11 air jordan 11 legend blue 11s legend blue 11s louis vuitton legend blue 11s legend blue 11s jordan 11 legend blue legend blue 11s air jordan 11 jordan 11 legend blue jordan 11 legend blue uggs outlet air jordan jordan 11 legend blue air jordan 11 jordan retro 12 new jordans jordan 13 uggs outlet legend blue 11s jordan 11 legend blue jordan 11 legend blue legend blue 11s legend blue 11s jordans for sale jordan 11 legend blue pantone 11s new jordans air jordans uggs outlet uggs on sale legend blue 11s air jordan air jordan jordan retro 6 jordan retro 11